![]()
Certificate: View Certificate
Published Paper PDF: View PDF
Confirmation Letter: View
ડો. મીના હરદાસભાઈ રાઠોડ,
આસિસ્ટન્ટ પ્રોફેસર,
આણંદ એજ્યુકેશન કોલેજ, આણંદ, ગુજરાત
સારાંશ: પ્રસ્તુત અભ્યાસ પેપરમાં અભ્યાસક દ્વારા માધ્યમિક શાળાઓમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કેટલાક ચલોના સંદર્ભમાં જાણવાનો હતો. અભ્યાસના હેતુઓ આ મુજબ હતા: 1. ધોરણ 9નાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણવી. 2. ધોરણ 9નાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનો વિદ્યાર્થીઓની જાતિનાં સંદર્ભમાં અભ્યાસ કરવો.3. ધોરણ 9નાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનો વિદ્યાર્થીઓનાં વિસ્તારનાં સંદર્ભમાં અભ્યાસ કરવો. આણંદ તાલુકાની ગુજરાતી માધ્યમની ગ્રાન્ટ-ઈન-એઇડ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ધોરણ-9માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ પ્રસ્તુત અભ્યાસનું વ્યાપવિશ્વ હતાં. આણંદ તાલુકાની શહેરી વિસ્તારની શારદા હાઈસ્કૂલ, આણંદ અને ગ્રામ્ય વિસ્તારની શ્રીમતી ડી. એસ. પટેલ હાઈસ્કૂલ, વલાસણની પસંદગી ચિઠ્ઠી પદ્ધતિથી યાદૃચ્છિક રીતે કરાઈ હતી. આ સ્કૂલના ધોરણ 9 નાં 50-50 વિદ્યાર્થીઓને ઝૂમખાં પસંદગી પદ્ધતિથી નમૂનામાં સમાવાયા હતા. માહિતી પૃથક્કરણ માટે અભ્યાસકે સરાસરી, પ્રમાણિત વિચલન અને t-મૂલ્ય જેવી અંકશાસ્ત્રીય પ્રયુક્તિની મદદથી ગણતરી કરી હતી. અભ્યાસના તારણો આ મુજબ હતા. 1. માધ્યમિક શાળાઓના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી. 2. માધ્યમિક શાળાઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે. 3. માધ્યમિક શાળાઓના શહેરી વિસ્તારના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે. 4. માધ્યમિક શાળાઓના ગ્રામ્ય વિસ્તારના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી. 5. માધ્યમિક શાળાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુમારોએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી. 6. માધ્યમિક શાળાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે.
ચાવીરૂપ શબ્દો: વિદ્યાર્થીઓની સમસ્યાઓ, માધ્યમિક શાળા, ધોરણ-9નાં વિદ્યાર્થીઓ, ગ્રામ્ય શાળા, શહેરી શાળા
અભ્યાસના તારણો
- માધ્યમિક શાળાઓના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી
- માધ્યમિક શાળાઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે.
- માધ્યમિક શાળાઓના શહેરી વિસ્તારના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે.
- માધ્યમિક શાળાઓના ગ્રામ્ય વિસ્તારના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી.
- માધ્યમિક શાળાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુમારોએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી.
- માધ્યમિક શાળાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે.
સંદર્ભસૂચિ
- પટેલ, આર.એસ. (2009). શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ. (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: જય પબ્લીકેશન, ગુજરાત રાજ્ય
- શાહ, ડી.બી. (2004). શૈક્ષણિક સંશોધન. (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ
- શુક્લ, સતીશપ્રકાશ એસ. (2010-11). શૈક્ષણિક મનોવિજ્ઞાન(પ્રથમ આવૃત્તિ). આગ્રા:અગ્રવાલ પ્રકાશન
- શુક્લ, સતીશપ્રકાશ એસ. (2017). એક્સેલ અને પ્રદત્ત વિશ્લેષણ (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ:ક્ષિતી પબ્લિકેશન્સ
- દેસાઈ, એસ.જી. અને કે.જી.દેસાઈ (1989). મનોવિજ્ઞાન માપન,(દ્વિતીય આવૃત્તિ) અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
- દેસાઈ, કે.જી. અને આર.પી. શાહ (1996). શૈક્ષણિક પરિભાષા અને વિભાવના. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
- પટેલ, આર.એસ. (2015). સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (ત્રીજી આવૃત્તિ) અમદાવાદ: જય પબ્લિકેશન.
- દોંગા નનુભાઈ (2007). શિક્ષણનું મનોવિજ્ઞાન. રાજકોટ: નિજ્જિન સાયકો સેન્ટર.